ચાઈનીઝ દોરીથી યુવક માંડ બચ્યો:ગોંડલ આશાપુરા ચોકડી પાસે એક યુવક ચાઈનીઝ દોરી ઘાયલ; દાઢીના ભાગે ડોક્ટરે 17 ટાંકા લીધા

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરમાં ઘણા લોકો ચાઈનીઝ દોરી પતંગ ચગાવવા માટે વાપરી રહ્યાં છે અને તેના ભોગ નાના બાળકો અને નિર્દોષ યુવાનો બની રહ્યાં છે. એવામાં ગોંડલ શહેરના આશાપુરા ચોકડી પાસે એક યુવાન રાજકોટ કામ માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ દાઢીના ભાગે ચાઈનીઝ દોરી આવી જતા દાઢીના ભાગે મોટો ચેકો પડ્યો હતો. ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે 17 ટાંકા લીધા હતા.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ખોડીયાર નગરમાં રહેતો પ્રણવ અશ્વિનભાઈ મારૂ નામનો યુવાન પોતાના કામ માટે રાજકોટ જઇ રહ્યો હતો. આસપુરા ચોકડી પાસે યુવાનની દાઢીના ભાગે ચાઈનીઝ દોરી ઘસાતા યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. તાત્કાલિક યુવાનને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે 17 ટાંકા લીધા હતા. ત્યારબાદ યુવાનને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ગોંડલ શહેરમાં મોટા ભાગના પતંગોના સ્ટોરમાં ચાઈનીઝ દોરીનું મોટા પાયે વેચાણ થયું હતું. નાના મોટા કેસ કરીને કેસોના રેકોર્ડમાં નામ નોંધાવ્યા હતા. મોટા વેપારીઓ પાસે જો કાયદેસર ચેકીંગ કરવામાં આવ્યું હોત, તો અનેક નિર્દોષ લોકો આ ચાઈનીઝ દોરીનો ભોગ બનતા અટક્યા હોત.

અન્ય સમાચારો પણ છે...