ગોંડલ શહેરના ભવનાથનગર ખાતે રહેતા અને લોકરક્ષક તરીકે ફરજ બજાવતા યુવતીનું વિધાનસભાની ચૂંટણી વેળાએ સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી કોઈ તસ્કર જુપીટર બાઇક ચોરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
પાર્ક કરી ચાવી ભુલી જતા બાઈકની ચોરી
પ્રાપ્ત વિગતો મુજબ ભવનાથનગર બાપા સીતારામ ચોક ખાતે રહેતા માધવીબેન જેઠાભાઇ ગંગારામાણી (ઉં.વ.35)એ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનાં ભાઈનું ટીવીએસ જ્યુપિટર GJ 03 JK 5536 તેઓ ચલાવતા હતા. ગત તા.30 ના સવારના દશેક વાગ્યે ઘરેથી નીકળી વિધાનસભાની ચૂંટણી બંદોબસ્ત માટે ગોંડલ સંગ્રામસિંહજી હાઇસ્કુલ ખાતે ગયા હતા. જ્યાં હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં જ્યુપીટર પાર્ક કરી ચાવી જયુપીટરમાં જ ભુલી ગયા હતા. બાદમાં તેને કોઈ તસ્કર ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.