કાર્યવાહીની માગ:અનિડા ભાલોડી ગામની સહકારી મંડળીનાં દૂધની ડૈયા ગામ નજીક ચોરીનો વીડિયો વહેતો થયો

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દૂધ ચોરીનો વીડિયો વહેતો થતા રૂટ સુપરવાઇઝર અને ડ્રાઇવર સામે કાર્યવાહીની માંગ
  • અનેકવાર દૂધ ચોરી અંગે રાજકોટ ડેરીના ચેરમેનને ફરિયાદ કરી છે : મંડળીના પ્રમુખ

પશુપાલકો, ગોપાલકો અને ખેડૂતો સારા ફેટવાળા દૂધની આશાએ પશુઓની પાછળ તન તોડ મહેનત કરી રહ્યા હોય છે ત્યારે દૂધના પૂરતા પોષણક્ષમભાવ મંડળી દ્વારા આપવામાં આવતા હોય છે પરંતુ દૂધ ઉત્પાદન કરતા લોકોની તન તોડ મહેનતને બરબાદ કરતો દૂધ ચોરીનો ડૈયા ગામ પાસે નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે દૂધ ચોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે આવેલ દૂધ સહકારી મંડળીનું દૂધ ચોરી થઈ રહ્યા ની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હોય મંડળીના પ્રમુખ સામતભાઈ બાંભવા દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી દરમ્યાન ડૈયા ગામ પાસે GJ03AV 8507 નંબરના મેટાડોર માંથી બે શખ્સો દૂધ ચોરી કરી રહ્યા હોય જેનો વિડીયો શુટીંગ કરી રાજકોટ ગોપાલ ડેરી ના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા ને ફરિયાદ કરવામાં આવી હતી આ પહેલા પણ અનેકવાર મંડળીના દૂધની ચોરી થઈ હોય પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ નહીં આવતા મંડળીને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.

પ્રમુખ સામતભાઈ બાંભવા એ જણાવ્યું હતું કે મંડળી દ્વારા ધારા ધોરણ મુજબ દૂધના ફેટ નક્કી કરી દૂધ ખરીદવામાં આવતું હોય છે ઉપરોક્ત ચોર ટોળકી દ્વારા રસ્તામાં ગમે ત્યાં ગાડીને રોકી દૂધ ચોરી કરી તેમાં પાણીની મિલાવટ કરી દેવામાં આવે છે જેના પરિણામે ફરીથી રાજકોટ ગોપાલ ડેરીમાં દૂધ ચેક કરવામાં આવે તો ફેટ ઓછા આવે છે જેના પરિણામે મંડળીને નુકસાન જઈ રહ્યું છે આ અંગે ડેરીના ચેરમેન અને તંત્ર દ્વારા રૂટ સુપરવાઇઝર તેમજ ડ્રાઇવર સહિતનાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી અંતમાં માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...