વિદ્યાર્થીઓ પાસે સ્કૂલની સફાઈ કરાવાઈ:ગોંડલના ભોજપરા ગામે સરકારી શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલના પ્રાંગણની સફાઈ કરતા હોવાનો વીડિયો વાઈરલ

ગોંડલ14 દિવસ પહેલા

રાજ્ય સરકાર દ્વારા કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈને લગતા કે અન્ય કોઈપણ કામ કરાવવામાં ન આવવા જોઈએ ની સૂચના હોવા છતાં પણ ગોંડલ તાલુકાના ભોજપરા ગામે શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવામાં આવતું હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ગામના સરપંચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી.

સરપંચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી
ભોજપરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવામાં આવતું હોવાના બનાવના પગલે બે દિવસ પહેલા જ ગામના સરપંચ વિપુલભાઈ પરમાર દ્વારા શાળાના આચાર્ય મનીષભાઈ કાલરીયાને રુબરુ ફરિયાદ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવું ન જોઈએ. આ માટે કોઈ અન્ય કામદારની નિમણૂક કરો અને તેને જે માસિક ખર્ચ દેવાનો થશે તે વિપુલભાઈ દ્વારા ચૂકવવામાં આવશે. તેમ છતાં પણ શાળાના જવાબદારો દ્વારા ફરી વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવવામાં આવતું હોય સરપંચ વિપુલભાઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરવામાં આવતી હોય જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...