ગોંડલ રાજકોટ હાઇવે પર ભરૂડી નજીક ટોલનાકા પાસે રાત્રે રૂરલ એસઓજીની ટીમે 33 ટન ચોખાનો શંકાસ્પદ જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો. જો કે સસ્તા અનાજના ચોખા સગેવગે કરાતા હોવાની શંકા ઉઠતા ટ્રક કબજે લઇ મામલતદાર તંત્રને સોંપાતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી પીઆઇ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નેશનલ હાઇવે પર ભરૂડી ટોલનાકા નજીક 14 વ્હીલવાળો તોતીંગ ટ્રક GJ12BZ - 8649 ત્યાંથી પસાર થતાં તેને અટકાવી ચાલક આસીફ મહંમદ ઠેબા તેમજ મનીષ રતન જોગી પાસે ચોખાની હેરફેરના કોઇ દસ્તાવેજ ન હોય ગોંડલ મામલતદાર જીગ્નેશ ગોંડલિયા પુરવઠા અધિકારી અને તેમની ટીમે રૂા.8 લાખનો ચોખાનો જથ્થો અને ટ્રક મળી 18 લાખના મુદ્દામાલનો કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન શ્રીહરિ ટ્રેડર્સ - ગીર સોમનાથ નાં વેપારી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તપાસ બાદ જથ્થો કાયદેસર હોવાનું જણાયું
ભરૂડી ગામ નજીકથી રૂરલ એસઓજીની ટીમે જે 33 ટન ચોખાનો શંકાસ્પદ જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો અને તપાસ અર્થે આ જથ્થો મામલતદાર તંત્રને સોંપી દીધો હતો. જો કે તપાસ બાદ માલૂમ પડ્યું હતું કે ટ્રકમાં જે ચોખા છે અને બિલખાથી મુન્દ્રા ખાતે લઇ જવાના છે.
મામલતદાર અને તેમની ટીમે મુદ્દામાલનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા આ જથ્થાના વેપારી દોડી આવ્યા હતા અને ખરીદ વેચાણના અને ટ્રાન્સપોર્ટ કરવાના કાગળો રજૂ કર્યા હતા. જે પછી ચોખાનો જથ્થો કાયદેસર હોય વેપારીઓને પરત કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.