ટ્રાફિક સપ્તાહ:ગોંડલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી અકસ્માતોની તસ્વીરોનું ફોટો પ્રદર્શન સાથે ટ્રાફિક રથને પ્રસ્થાન કરાવાયો

ગોંડલએક મહિનો પહેલા

રાજ્યભરમાં દર વર્ષે ટ્રાફિક સત્તાની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા બુધવારે સ્વામિનારાયણ મંદિર ખાતે ટ્રાફિક સપ્તાહ ની ઉજવણી પ્રસંગે ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા લેવાયેલી અકસ્માતોની તસવીરોનું ફોટો પ્રદર્શન તેમજ ટ્રાફિક રથનું પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના દિવ્ય પુરુષસ્વામી તેમજ રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તેમજ ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા તેમજ DYSP કે.જી. ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય પુરુષ સ્વામીએ લોકોને અકસ્માતથી બચવા માટે મનની શાંતિ અને આધ્યાત્મિક જરૂરી છે તેવું જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ જણાવ્યું કે, યુવાઓને બને એટલા નિયમોનો પાલન કરવું જોઇએ અને જેથી અકસ્માતથી બચી શકાય. ગોંડલ શહેર થી નેશનલ હાઈવે નજીક છે તો વધારે અકસ્માત ન થાય તે માટે સૌની જવાબદારી છે અને નિયમોનું પાલન કરીએ અને અકસ્માતોથી બચીએ.

છેલ્લા 14 વર્ષથી ટ્રાફિક અંગે કાર્ય કરી રહેલા ડોક્ટર અજયસિંહ જાડેજાને સ્વામીએ તેમજ પોલીસ અધિક્ષકે બિરદાવતા કહ્યું હતું કે, આપનું કાર્ય સરાહનીય છે ટ્રાફિક રથને દિવ્યપુરુષ સ્વામી અને પોલીસ અધિક્ષક એ લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાયો હતો. તેમજ ટ્રાફિક પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન સાત દિવસ સુધી રાખવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...