તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોંડલના ભરૂડી પાસેથી વિદેશી દારૂની 2448 બોટલ સાથેનું ટેન્કર ઝડપાયું

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી ટીમે રૂ. 14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી આરંભી

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ગામ પાસે એલસીબી પોલીસે વિદેશી દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ રૂ. 14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. વરૂડી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી GJ-24-U-2495 નંબરના ટેન્કરને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 2448 કિંમત રૂ. 896400 મળી આવતા ટેન્કર સહિત 14 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવર ગણપતલાલ આસુરામજી બીશ્નોઇ જાતે- બીશ્નોઇ ઉં.વ. ૩૭ ધંધો- ડ્રાઇવીંગ રહે- ડાવલ ગામ તા. ચીતલવાના જી. જાલોર (રાજસ્થાન) ની ધરપકડ કરી હતી જ્યારે અશોકભાઇ બીશ્નોઇ રહે- સાંચોર રાજસ્થાન વાળાની શોધ શરૂ કરી હતી.

આ દરોડામાં પીઆઇ ગોહિલ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, મહિપાલસિંહ જાડેજા, અનીલ ગુજરાતી, બાલકૃષ્ણ ત્રિવેદી, રહિમભાઇ દલ, રૂપકભાઇ બોહરા, નરેન્દ્રભાઇ દવે, અમુભાઇ વિરડા, અનીરૂધ્ધસિંહ જાડેજા, સાહિલ ખોખર સહિતના જોડાયા હતા.

અમરાપુર ગામમાં દારૂ પીને આવવાની ના પાડતાં હુમલો
અમરાપુર ગામે રહેતા પિન્ટુભાઈ પુનાભાઈ વાસાણી(ઉ.વ.30) ઉપર તે જ ગામના જગુ વિકુભાઈ ખાચર અને આંકડીયા ગામના બે અજાણ્યા શખ્સએ કુહાડીના બુધરાટા અને લાકડીથી હૂમલો કરી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત પિન્ટુએ આરોપી જગુને દારૂ પી બસ સ્ટેન્ડે ન આવવાનું કહેતા જગુ સહિતના ત્રણ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ હૂમલો કર્યો હતો. જેથી આ અંગે ઉકત ત્રણેય શખ્સ સામે ફરિયાદ થતા વીંછિયાના હેડ કો. અનીતાબેન એસ.મેરએ આગળની તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...