ખોડલધામનું પેન્સિલ સ્કેચ:રાજકોટની વિદ્યાર્થિનીએ મંદિરનો પેન્સિલ સ્કેચ 20 મિનિટમાં તૈયાર કર્યો; ખોડલધામના સોશિયલ પ્લેટફોર્મે નોંધ લીધી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીની રજાને લઈને મોટી સંખ્યામાં ભક્તો ધાર્મિક સ્થળે પરિવારજનો સાથે દર્શન કરવા પહોંચે છે, ત્યારે રાજકોટ રહેતી અને વડોદરા પારુલ યુનિવર્સિટીમાં ફાઈન આર્ટસનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિયાંશી કપુરીયા પોતાના કાકા અને ભાઈ સાથે કાગવડ ખોડલધામ મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચી હતી. ત્યાં તેણીએ આખા મંદિરની વિઝીટ એટલે કે નક્ષી સહિત ડિઝાઇન નીહાળી હતી અને પોતાની બુકમાં બે એવા ચિત્ર દોર્યા હતા કે ખોડલધામ સોશિયલ પ્લેટફોર્મે આ ડ્રોઈંગની નોંધ લીધી હતી.

પ્રિયાંશીએ બંન્ને ચિત્ર 20થી 25 મિનિટમાં ડ્રો કર્યા
આ અંગે પ્રિયાંશીએ જણાવ્યું હતું કે હું રાજકોટ મારા પરિવારજો સાથે રહું છું. મારા પિતા જીતુભાઇ (રતીભાઈ) કપુરીયા ડાયમંડ ટુલ્સના વેપારી છે અને હું વડોદરા પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. દિવાળીની રજાના સમયે પરિવારજનો સાથે કાગવડ માઁ ખોડલના દર્શન કર્યા બાદ મેં મંદિરનું કોતરકામ અને નક્ષી નિહાળી હતી. જેમાં પ્રિયાંશીએ "શંકર ભગવાન આશીર્વાદ" આપતા હોય તેવું ચિત્ર નિહાળતાં પોતે પોતાની પાસે રહેલી બુકમાં પેન્સિલથી ડ્રોઈંગ કર્યું હતું. એ ચિત્ર તેણે 20 મિનિટમાં દોરી નાખ્યું હતું. ત્યારબાદ મંદિરના પ્રવેશ દ્વારથી ડાબી સાઈડમાં આવેલ ગજીબા પાસેથી ખોડલધામ મંદિરનું ચિત્ર ડ્રો કર્યું હતું. તે ચિત્ર ડ્રો કરતાં તેણીને 25 મિનિટ જેવો સમય લાગ્યો હતો.

ખોડલધામ મંદિરના સોશિયલ પ્લેટફોર્મે નોંધ લીધી
રાજકોટ મવડી વિસ્તારમાં રહેતી પ્રિયાંશીને નાનપણથી જ પેઇન્ટિંગ કરવાનો શોખ છે. પોતે પેન્સિલ આર્ટ, વોટરકલર, પેઈન્ટીંગ સહિતના અનેક ડ્રોઇંગ કરેલા છે. પ્રિયાંશીના આ ડ્રોઈંગની નોંધ ખોડલધામના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં શેર થવા પામી હતી. પ્રિયાંશીએ વધુમાં જણાવ્યું હતું કે મેં ફક્ત આ ડ્રોઈંગ મારા શોખ ખાતર કર્યું હતું, પણ મારું આ ડ્રોઈંગ બધા પાસે પહોંચ્યું ત્યારે મને એવું લાગ્યું કે સાક્ષાત માતાજીના દર્શન થયા અને માતાજી મારી સાથે હોય એવી અનુભૂતિ થઈ.

અન્ય સમાચારો પણ છે...