પોલીસ-CAPFનો ચુસ્ત બંદોબસ્ત:ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ઉભો કરવામાં આવ્યો; તમામ કર્મચારીઓ કામગીરીમાં જોડાયા

ગોંડલ11 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે 73 ગોંડલ વિધાનસભા બેઠકના પ્રથમ તબક્કામાં તારીખ 1 ડિસેમ્બર 2022ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ સુચારુ રીતે યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પૂરી સજ્જતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ અને CAPF ના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રખાયો છે.

તમામ તૈયારીઓ વીડિયોગ્રાફી સાથે
ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર, સ્ટ્રોંગ રૂમ છે. ત્યાંથી બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, VVPAT પ્રિપેરીશનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પોલીસ અને CAPF ના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તમામ તૈયારીઓ વીડિયોગ્રાફી સાથે કરવામાં આવી રહી છે. કંટ્રોલ યુનિટ 349 - બેલેટ યુનિટ 349 - VVPAT 384નું કમિશનિંગ કરવામાં આવશે.

કર્મચારીઓ કામગીરીમાં જોડાયા
આજે રવિવારે સવારે સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો ત્યારે ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. જે પ્રક્રિયા આગામી 3 દિવસ તારીખ 20, 21 અને 22 નવેમ્બર સુધી ચાલશે. આ તકે જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રા, રિટર્નિંગ ઓફિસર કે.વી. બાટી, મામલતદાર એચ.વી. ચાવડા અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...