રાજકોટ રૂરલ એસઓજી પોલીસે ગાંજા સાથે 1 ઈસમને ઝડપી પાડ્યાના અહેવાલ સામે આવ્યા છે. એસઓજી બ્રાન્ચના PI કે.બી.જાડેજા, PSI બી.સી.મિયાત્રા, કે.એમ.ચાવડા, સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને માહિતી મળી હતી કે વિસ્તારમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. તેના આધારે મોટી ખીલોરી ગામે રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરતાં 5 કિલો ગાંજા સાથે એક શખ્સને પકડવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસને આ બાબતે જાણ નહોતી.
52 હજારના ગાંજા સાથે અરજણ બાબરીયાની ધરપકડ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રૂરલ SOGએ ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરી હતી. તેમાં અરજણ બાબરીયાના મકાનમાંથી 5.2 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 52,000ની કિંમતના ગાંજાના જથ્થા સાથે અરજણ બાબરીયાની ધરપકડ કરી છે. આરોપી રામજીમંદિર ચોક પાછળ, મોટી ખીલોરી ખાતે રહે છે.
સમગ્ર કામગીરીમાં રાજકોટ રૂરલ SOG PI કે.બી જાડેજા, PSI બી.સી.મિયાત્રા, કે.એમ.ચાવડા, હેડ કોન્સ્ટેબલ ભગિરથસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, જયવીરસિંહ રાણા, અમિત કનેરીયા, વિજય વેગડ, હિયેશ અગ્રાવત, રણજીત ધાધલ, વિજય ગૌસ્વામી, કાળુ ધાધલ, અમિત સુરૂ અને ડ્રાઈવર નરસિંહ બાવળિયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.