ગોંડલ વોરા કોટડા રોડ પર આવેલ વિજયનગરના રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વેળાએ ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગને લઈને ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી જ્યાં ફાયર અને GEB ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ વોરા કોટડા રોડ પર આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતા જયદીપ પરમારના મકાનમાં જયદીપના માતા રસોઈ બનાવતા હતા. તે સમયે એક ગેસ સિલિન્ડર પૂરો થતાં અન્ય ગેસ સિલિન્ડર બદલાવતી સમયે અચાનક આગ લાગી હતી. જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થવા પામી હતી. આગના બનાવને લઈને લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આગ લાગવાની જાણ ગોંડલ ફાયર અને PGVCL તંત્રને થતા તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરને બહાર કાઢવામાં આવ્યા હતા. આગના બનાવને લઈને મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.