ચાઈનીઝ દોરીને લઈ કાર્યવાહી:ગોંડલમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો; પોલીસે કાર્યવાહી હાથ ધરી

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેર અને તાલુકા પોલીસ સ્ટાફ ચાઈનીઝ દોરાનો જથ્થો ઝડપવા તપાસ ચલાવી રહી છે. તે દરમિયાન શહેરના સેન્ટ્રલ ટોકીઝ પાસે ભગવતપુરામાં રહેતા અને જય ભવાની સીઝન સ્ટોર નામે દુકાન ચલાવતા વિનોદ નટુભાઈ સદાદિયાને ત્યાં તપાસ કરવામાં આવતા ત્યાંથી ચાઈનીઝ દોરાના કોન નંગ 6 કિંમત રૂપિયા 700 મળી આવતા તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે અન્ય દરોડો તાલુકાના વાસાવડ ગામે પાડવામાં આવતા ઝાકીર અજીત સાકરીયાના રહેણાંક મકાનમાંથી ચાઈનીઝ દોરાની રીલ નંગ 146 કિંમત રૂપિયા 29,200 તેમજ દેરડી કુંભાજી ગામે ભાવેશ પ્રવીણ ગોળ બાપા સીતારામ દુકાનમાંથી ચાઈનીઝ દોરાની રીલ નંગ 79 કિંમત રૂપિયા 14,700ની મળી આવતા કુલ રૂ.44,600નો મુદ્દામાલ કબજે કરી ત્રણે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 188 જીપીએસ 131,177 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...