આર્મી જવાનો માટે રાખડી:ગોંડલની એક પ્લે સ્કૂલ દ્વારા નાની બાળકીઓ પાસે પૂજા કરાવી રક્ષાબંધન નિમિત્તે આર્મી જવાનો માટે રાખડીઓ મોકલાવી

ગોંડલ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બહેનો દ્વારા રાખડીની ખરીદી જોરોશોરોથી થઇ રહી છે. ત્યારે સરહદ પર દેશની સુરક્ષા કરતા અર્મી જવાનો કે જે રક્ષાબંધન જેવા તહેવારોમાં પણ બહેનોને નથી મળી શકતા તેમના માટે ગોંડલમાં ઉડાન પ્લે-હોઉસ ગુંદાળા રોડ ખાતે આપણા જવાનોને શરહદ પર રાખડી પહોંચાડવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

અધિકારીઓએ હાજરી આપી
જનસેવા ગ્રૂપના પ્રમુખ બંટીભાઈ ભુવા અને ઉડાન પ્લે હોઉસના સંચાલક ભાવિકભાઈ વેકરિયા તેમજ સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં દિકરીઓ દ્વારા રાખડીઓનું પુજન કરવામાં આવ્યું હતું. આ તકે ગોંડલ શહેર યુવા ભાજપ મહામંત્રી જીગરભાઈ સાટોડીયા, યુવા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ ગજેરા, ગોંડલ સાયકલ ક્લબ જીજ્ઞેશભાઈ ત્રિવેદી, જનસેવા ગ્રુપ વીનેસભાઈ જોશી તથા ઉડાન પ્લે હોઉસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...