તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં તંત્રની પૂર્વે તૈયારી:એક મિનિટમાં 250 લિટર ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ 30 લાખના ખર્ચે ઊભો કરાશે

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજનની ઘટ્ટને પહોંચી વળવા માટે ગોંડલ સિવિલમાં પ્લાન્ટ કાર્યરત કરાશે. - Divya Bhaskar
ઓક્સિજનની ઘટ્ટને પહોંચી વળવા માટે ગોંડલ સિવિલમાં પ્લાન્ટ કાર્યરત કરાશે.

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની કટોકટીના કારણે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલત કફોડી થઈ જવા પામી હતી જે પરિસ્થિતિને રાજ્ય સરકારે ગંભીરતાથી લઇ રાજકોટ જિલ્લાના ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ પહોંચતો કરી દેવામાં આવ્યો છે આગામી દિવસોમાં એન્જીનીયરો દ્વારા ઇન્સ્ટોલેશન કરી કાર્યરત કરી દેવામાં આવનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી આપણે બધાને ઘણું શીખવા મળ્યું છે ઓક્સિજનની કટોકટીના કારણે દર્દી અને દર્દીના પરિવારજનો ને ખૂબ હેરાન થવું પડ્યું હતું આવી પરિસ્થિતિ ત્રીજી લહેરમાં ન સર્જાય તે હેતુથી રાજ્ય સરકારે તાકીદના પગલાં લઇ રાજકોટ જિલ્લામાં પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે 250 લીટર પર મિનિટની કેપેસીટીના ઓક્સિજન જનરેશન પ્લાન્ટની મશીનરી પહોંચતી કરી આપવામાં આવી છે. આ મશીનની કિંમત આશરે રૂપિયા 30 લાખ ગણી શકાય તેમ છે. આગામી દિવસોમાં એન્જિનિયરોની ટીમ આવી ઇન્સ્ટોલેશનનું કામ કરી આપશે ત્યારબાદ દર્દીઓને ઓક્સિજન અહીંથી જ મળવાનું શરૂ થઈ જશે સરકારનું આ કાર્ય ખુબ જ સરાહનીય છે તેને ત્રીજી લહેર ની સામે તકેદારીના ભાગરૂપેનું પગલું પણ ગણી શકાય તેમ છે.

કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્રની આગોતરી તૈયારી
કોરોનાની બીજી લહેરમાં જે રીતે દર્દીઓ ઓક્સિજન અને રેમડેસિવિર સહિત બેડ માટે હેરાન પરેશાન થવુ પડ્યુ હતુ તે જોતા તંત્ર દ્વારા આગોતરી તૈયારી શરૂ કરી દેવાય છે. ગોંડલ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ આવનારા દિવસોમાં કાર્યરત કરી દેવાશે જેથી દર્દીઓને કોઇ સમસ્યા ન રહે. > ડો. બી.એમ.વાણવી, અધિક્ષક, ગોંડલ સિવિલ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...