અગમ્ય કારણોસર યુવાનનું મોત:ગોંડલ તાલુકાના લીલાખા ગામે 12 મીટર ઊંચા વીજ પોલ પર યુવાનનું મોત નીપજ્યું

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના લીલાખા સબસ્ટેશન ખાતે પી.જી.વી.સી.એલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા શ્રમિક યુવાન મેન્ટેન્સ કામ કરતી વેળાએ 12 મીટર ઊંચા ગડર પોલ પર મોત નિપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. યુવાનને વીજ કરંટ લાગ્યો કે અન્ય બીજું કારણ તે પીએમ રિપોર્ટ બાદ ફલિત થશે.

11KV વિજય લાઈન પર કામ ચાલી રહ્યું હતું
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના લીલાખા ગામે સબ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા માલીવાડ અજીત અજમલ (ઉ.વ.19) રહે. હાલ ચરખડી મૂળ. ગોધરાનો યુવાન 12 મીટર વીજ પોલ પર મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ તકે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પીજીવીસીએલના નાયબ એન્જિનિયર એચડી મોરીએ જણાવ્યું હતું કે, ધટના દુઃખદ પૂર્ણ બની છે, કોન્ટ્રાક્ટરના સાત માણસો અને પીજીવીસીએલના પણ અન્ય છ સાત કર્મચારીઓ એક સાથે લીલાખા પાસે 11 કેવી લાઈનમાં મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું. હાલ તેને વીજ કરંટ લાગવાથી મોત થયું છે કે અન્ય કોઈ કારણોસર તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ફલિત થશે.

આ તકે કોન્ટ્રાક્ટર સ્ટાફે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લીલાખા સબ સ્ટેશન ખાતે શટ ડાઉન જાહેર કરાતા 8 ફીડર શટ ડાઉન કરવામાં આવ્યા હતા અને ફીડર શટડાઉન મોડમાં હતા. તો સબ સ્ટેશનમાં પાવર સપ્લાય ક્યાંથી આવી તે તપાસનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...