ક્રાઇમ:ગોંડલ દેવપરામાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જંગલેશ્વરના યુવાન પાસેથી ગાંજો લીધો હતો

ગોંડલના દેવપરા ખાતેથી એક શખ્સની રૂરલ એસઓજીએ ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી અને તેનો કોવિડ ટેસ્ટ કરાવીને બાદમાં તેના રીમાન્ડ સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પૈસાની ખેંચ આવતાં ગાંજાના વેચાણ તરફે વળ્યો હતો. તેણે જંગલેશ્વરના વિનોદ કોળી પાસેથી 55,000નો ગાંજો વેચવા લીધો હતો. જો કે રૂરલ અેસઓજીએ વિનોદને ઝડપી લેવા જંગલેશ્વરમાં દરોડા પાડ્યા હતા પરંતુ આરોપી હાથ લાગ્યો ન હતો.

એસઓજીના પીએસઆઇ એ.આર.ગોહિલે આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. ગોંડલ દેવપરા ખાતે રહેમાનશા ઉર્ફે બાઠીયાબાપુ મહમદશા શાહમદાર પોતાના બાઇકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય ગાંજાના ઘટકો વાળો માદક પદાર્થનો જથ્થો કુલ વજન ૪ કિલો ૧૦૦ ગ્રામ કિ.રૂ. ૪૧,૦૦૦/- નો રાખી વેચાણ કરવાના ઇરાદે નીકળતા બાઇક તથા મોબાઇલ મળી કુલ રૂ.૭૬,૦૦૦/- ના મુદ્દમાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ કલમ ૮(સી),૨૦(બી) મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...