તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રાવણા ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ગોંડલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • દેશી ખાતરના ઉકરડામાં 21 બોટલ દારૂ છુપાવાયો હતો

31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે પ્યાસીઓ તેમની પ્યાસ બુઝાવવાની વેતરણમાં પડ્યા હોય છે અને પીવડાવનારો કમાણી કરવાની વેતરણમાં. જો કે અમુક વખતે પ્યાસીઓની મનની મનમાં રહી જવાની હોય તેમ ગોંડલ પાસે આવેલા રાવણા ગામે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતાં દેશી ખાતરના ઉકરડામાં છૂપાવેલો દારૂ ઝડપાયો હતો અને પોલીસે એકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ તાલુકાના રાવણા ગામે તાલુકા પોલીસે બાતમીના આધારે સાગરા મધુભાઈ સોલંકી ઉમર વર્ષ ૨૦ અને ત્યાં દરોડો પાડી ખુલ્લા વાડામાં તલાશી લેતા દેશી ખાતર ના ઉકરડામાં સિમેન્ટની પ્લાસ્ટિકની થેલી ના બાસકા માં છુપાવેલી વિદેશી દારૂ ની 21 બોટલો કિંમત રૂપિયા 6300 ની મળી આવતા ઉપરોક્ત શખ્સની ધરપકડ કરી કોરોના રિપોર્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો