તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગોંડલમાં આયુર્વેદિક સીરપના નામે નશાકારક દવા વેચતો શખ્સ ઝડપાયો

ગોંડલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાનની દુકાનની આડમાં ચાલતો હતો આવો ધીકતો કારોબાર
 • યુવાન પાસેથી રૂ. 7705નો મુદ્દામાલ કબજેે લેવાયો

ગોંડલ ત્રણ ખૂણીયા પાસે પાનની દુકાનમાં સીટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આયુર્વેદિક સીરપના નામ હેઠળ નશાકારક સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા શખ્સ ને ઝડપી રૂ. 7705 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના વિવિધ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ સફેદ પાઉડર સહિતની નશાની સામગ્રીનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદોને લઈ સિટી પોલીસે જેતપુર રોડ ત્રિકોણીયા પાસે આવેલ ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાનમાં રાકેશ મોહનભાઇ મોરવારીયા જાતે કડિયા ઉ.વ. ૩૬ રહે ગોંડલ રૈયાણી નગરવાળા ને ત્યાં દરોડો પાડતા દુકાનમાથી આયુર્વેદિક સીરપ હર્બી ફ્લો આસવ મેન્યુફેક્ટર બાય આયુરનેટ હેલ્થકેર પ્રા.લીમીટેડ ૬૮ (પૈકી) વાસજાડા કલોલ ગાંધીનગર (ગુજરાત) લખેલી ૩૦૦ એમ.એલ ની પ્લાસ્ટિકની સીલબંધ બોટલો ૬૭ મળી આવી છે જે એક બોટલની કિ.રૂ.૧૧૫/- રુપિયા ગણી કુલ કિ રુ.૭,૭૦૫/-નો મુદામાલ મળી આવતા સી.આર.પી.સી કલમ ૧૦૨ ૪૧(૧) ડી મુજબ કબ્જે કરી કરેલ મુદામાલમા આલ્કોહોલનુ પ્રમાણ છે કે નહી જેના એનાલીસીસ માટે એફ.એસ.એલ. પરીક્ષણ અર્થે મોકલવા તજવીજ હાથ ધરી છે. દરોડાની કાર્યવાહીમાં પીઆઇ એસ.એમ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ચૌહાણ, જયંતીભાઇ સોંલકી તથા જયસુખભાઇ સહિતનાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો