તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોંડલના જામવાડી પાસેનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંજો અને બાઇક મળી 65,000નો મુદ્દામાલ કબજે

ગોંડલ નજીક આવેલા જામવાડી વિસ્તારમાથી પૂર્વ બાતમીના આધારે પોલીસ વોચમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ શખ્સ નીકળતાં તેની તલાશી લેતાં તેના કબજામાંથી 10,000ની કિંમતનો ગાંજો મળી આવતાં ગાંજા અને બાઇક મળીને તેની પાસેથી 65,000નો મુદામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગોંડલના જામવાડી એશીયાટીક ઇન્ટરનેશનલ એકેડેમી સ્કુલ પાસે ભાવસિંગ વેસ્તાભાઇ રાઠવા રે. હાલ જામવાડીને ગાંજાનો જથ્થો એક કિલો કિંમત 10,000 તથા બાઇક મળી કુલ રૂ. 65000 ના મુદામાલ સાથે રૂરલ એસ. ઓ. જી.ના પી.આઇ. એ. આર. ગોહીલ તથા પી. એસ. આઇ. એચ. એમ. રાણાની ટીમે ઝડપી લઇ ગોંડલ તાલુકા પોલીસ મથકના હવાલે કર્યો હતો. પકડાયેલા ભાવસીંગે આ ગાંજાનો જથ્થો એમ. પી.ના શખ્સ પાસે 3 હજારમાં લઇ 8 હજારમાં વેચવાનો હોવાની કબુલાત આપી હતી. પકડાયેલા શખ્સને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...