ગોંડલ પંથકમાં સિંહ પરિવારના ઘામા:સિંહ, સિંહણ અને બે બચ્ચા સાથે પંથકમાં આવી પહોંચ્યા, બે આખલાનું મારણ કરતા લોકોમાં ભય

ગોંડલ9 દિવસ પહેલા

ગોંડલ તાલુકાના સુલતાનપુર અને હડમતીયા ગામમાં સિંહ પરિવાર આવી પોહચ્યો ગત રાત્રીના સિંહ પરિવાર સુલતાનપુરની સિમમાં કપાસમાં જોવા મળ્યો હતો. આજે સવારે હડમતીયા ગામની સિમમાં બે આખલાનું મારણ કર્યું છે. ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળ પર પોહચ્યું છે, સિંહના પંજાના નિશાન પણ જોવા મળ્યા છે.

ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પોહચ્યાં
દર વર્ષની માફક આ વર્ષે પણ સિંહ પરિવાર ગોંડલ પંથકમાં આવી પોહચ્યો છે. ગોંડલના હડમડીયા ગામે પણ સિંહ આવી પોહચ્યો છે. હડમડીયા ગામે રેવન્યુ સર્વે નંબરમા સિંહે બે બે આખલાનું મારણ મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યાર બાદ ગત રાત્રીના એક સિંહણ અને બે બચ્ચા સુલતાનપુરની સિમમાં મનસુખભાઇ બોરડની વાળીમાં કપાસમાં દેખાયા હતાં. સિંહ દેખાતાજ ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પોહચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...