શ્રી ખોડલધામ ચેરમેન નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિમાં અવિરત સેવાઓ પ્રદાન કરી રહેલા લેઉવા પટેલ સમાજના યુવાનોની સંસ્થા શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVSની ગોંડલ પાંખ દ્વારા જ્ઞાતિજનો માટે સતત પાંચમાં વર્ષે બાય-બાય નવરાત્રિનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલૈયા રાસ રમ્યા હતા.
1 હજારથી વધુ ખેલૈયા ગરબે ઘૂમ્યા
આ કાર્યક્રમમાં ગોંડલ પંથકના થનગનતા ખેલૈયા, સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગાયકો રાહુલ મહેતા અને ચાર્મી રાઠોડના સુરના સથવારે ગરબે ઘૂમ્યા હતા. આ કાર્યક્રમમાં 1 હજારથી વધારે ખેલૈયા ગરબે ઘૂમ્યા હતા. આ તમામ ખેલૈયાનો જુસ્સો વધારવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ જસાણી, આમંત્રિત મહેમાનો વેલજીદાદા, રમેશ પાંભર, ભીખુ સોરઠીયા, દીપક મહેતા, વિનુ સરધારા, વિપુલ રૂપારેલીયા, શાપર સરપંચ જયેશ કાકડીયા, જેન્તી સરધારા, વિઠલ ધડુક, યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પ્રવીણ રૈયાણી, શ્રી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ જિલ્લાના કન્વીનર સુમિતાબેન કાપડિયા, રસિક મારકણાં, લક્ષ્મણ પટેલ, જીગર સાટોડીયા, સમીર કોટડીયા, દિલીપ સોજીત્રા, લલીત પટોળીયા, આશિષ કુંજડીયા, ગોંડલ પટેલ સમાજના ઉદ્યોગપતિ, અગ્રણીઓ, સેવાકીય સંસ્થાના હોદ્દેદારો, ગોંડલના નામાંકિત ડોક્ટરો અને પોલીસ સ્ટાફ સહિતનાઓએ ખોડલની આરતી કરી ધન્યતા અનુભવી હતી.
ખેલૈયાને મહેમાનોના હસ્તે સન્માન કરાયાં
KDVS-ગોંડલ આયોજિત બાય-બાય નવરાત્રિ-2022માં સુંદર રીતે ગરબે ઝૂમનાર ખેલૈયાને મહેમાનોના હસ્તે ઇનામો આપી સન્માન કરવામાં આવ્યાં હતાં. તથા ખેલૈયાનું મૂલ્યાંકન કરવા માટે જજ તરીકે રાજકોટના ખ્યાતનામ જયેશ રાવરાણી સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ગોંડલની ટીમે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.