50 જવાનો ફ્લેગમાર્ચમાં જોડાયા:ગોંડલમાં સિટી પોલીસ તેમજ CRPFના જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

ગોંડલ3 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગોંડલ શહેર તેમજ તાલુકામાં ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ સિટી પી.આઈ. એમ.આર. સંગાડાની આગેવાની હેઠળ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

CRPFના 50 જવાનો ફ્લેગમાર્ચમાં જોડાયા
આ ફ્લેગમાર્ચ શહેરના માંડવીચોક પોલીસ ચોકીથી શરૂ થઈ કડીયાલાઈન, બસસ્ટેન્ડ, ત્રણ ખૂણીયા, જેલચોક, ચોરડી દરવાજા, નાની બજાર સહિતના રાજમાર્ગો પર નીકળી હતી. આ ફ્લેગ માર્ચમાં સીટી પી.આઈ. એમ.આર. સંગાડા, પી.એસ.આઈ આર.એલ. ગોયલ, જે.જી ઝાલા તેમજ CRPF C-4ના કમાન્ડર ઓમ પ્રકાશ, CRPF E-174 વિદ્યાધર રામ તેમજ સિટી પોલીસના 45 સ્ટાફ તેમજ CRPFના 50 જવાનો ફ્લેગમાર્ચમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...