દુર્ઘટના:વાસાવડની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી, માલ બળીને ખાખ

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે ગાંધી ચોકમાં આવેલી કામદાર બ્રધર નામની ફારૂકભાઇ કામદારની બે દુકાનોમાં સવારે ૧૧ વાગ્યાના સુમારે શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને દુકાનમાં રહેલો માલ બળીને ખાખ થઇ ગયો હતો.

આગની જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ વિકરાળ હોય કાબુમાં ન આવતા ગોંડલ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.નાના એવા વાસાવડ ગામમાં ગાંધી ચોકમાં વર્ષો જૂની કટલેરીની પેઢી હોય વિકરાળ આગએ સમગ્ર દુકાને ભસ્મીભૂત કરી નાખતા આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...