રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં આવેલ પ્લાયવુડના કરખાનામાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે કારખાનામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. કારખાનાના 4 CNC મશીનમાં આગના કારણે ભારે નુકસાન થયું હતું. આગની જાણ થતાં શાપર અને ગોંડલના 2 ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
4 CNC મશીન સહિત લાખોનું નુકસાન
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ શાપર વેરાવળમાં ઈમેજ બેરિંગ નામના કારખાનામાં સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર કારખાનામાં આગ પ્રસરી હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. દિવ્ય ભાસ્કર સાથે ઇમેજ બેરિંગ કંપનીના ભાવિન મહેતાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સવારે 6.30 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. ત્યારબાદ શાપર અને ગોંડલના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કારખાનામાં પ્લાયવુડ પર ડિઝાઇનિંગ માટે વપરાતાં 4 CNC મશીનમાં નુકસાન થયું છે. મશીનરી, પ્લાયવુડ સહિત લાખોનું નુકસાન થયું છે.
આગ લાગવાનું કારણ અકબંધ
શાપર વેરાવળમાં આગ લાગવાની ઘટના ને લઈને શાપર વેરાવળ અને ગોંડલ ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોંડલ ફાયરના અજયસિંહ વાળા, હાર્દિક રબારી, યશપાલ પરમાર, જગદીશ, અશ્વિન સહિતના ફાયર ફાઈટરોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.