દુર્ઘટના:ગોંડલની કડિયા લાઈનમાં મધરાતે મોબાઈલની દુકાનમાં આગ ભભૂકી

ગોંડલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગના પગલે આસપાસના ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો

ગોંડલના કડિયા લાઇન વિસ્તારમાં આવેલી એક દુકાનમાં શુક્રવારે મધરાતે અચાનક જ કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. કોઇએ ફાયર બ્રિગેડને જાણ કરતાં તરત જ ફાયરના જવાનો દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આગના લીધે આસપાસમાં રહેતા લોકોના ઘરનો વીજ પૂરવઠો ખોરવાઇ જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ગોંડલ શહેરના કડીયા લાઈન વિસ્તારમાં આવેલ જલારામ મોબાઈલ નામની દુકાનમાં મધરાતે કોઈ કારણોસર આગ લાગતાં ગોંડલ નગર પાલિકા ફાયર બ્રિગેડના ફાયર ફાઈટર્સ, પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ ક્યાં કારણોસર લાગી મોબાઇલની દુકાન કોણ ભાડે ચલાવતું હતું તેમજ દુકાનમાં કેટલો માલ બળીને ખાખ થયો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...