ગોંડલ નાની બજાર ખાતે આવેલ હિતેષભાઈ જડિયા અને કમલેશભાઈ જડિયાની પી.એમ. જડિયા નામની સોનીની જુનવાણી બંધ દુકાનમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગતા નગરપાલીકાનાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગને 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આ દરમિયાન આગના કારણે દુકાનમાં રહેલ આશરે 3 લાખ રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.