અચાનક આગ ભભૂકી ઉઠી:ગોંડલ નાનીબજારમાં આવેલ સોનીની બંધ દુકાનમાં આગ લાગી, ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી

ગોંડલ25 દિવસ પહેલા

ગોંડલ નાની બજાર ખાતે આવેલ હિતેષભાઈ જડિયા અને કમલેશભાઈ જડિયાની પી.એમ. જડિયા નામની સોનીની જુનવાણી બંધ દુકાનમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગતા નગરપાલીકાનાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયું હતું અને પાણીનો મારો ચલાવી આગને 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આ દરમિયાન આગના કારણે દુકાનમાં રહેલ આશરે 3 લાખ રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...