આગ દુર્ધટનાં:ભોજપરા ગામે બંધ મકાનમાં આગ, ઘર વખરી બળીને ખાક

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભોજપરા ગામે દોલત ઓઇલ મિલ પાસે આવેલ ધીરુભાઇ કાછળભાઈ ચૌહાણના બંધ મકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવી હતી.ફાયર ઓફિસર સુરેશભાઈ મોવલિયા સહિતનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કેમ લાગી તેનું કોઈ કારણ બહાર આવ્યું નથી, ગ્રામજનોના જણાવ્યા મુજબ ધીરુભાઈ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ રહી વ્યવસાય કરતા હોય મોટાભાગે ઘર બંધ રહેતું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...