દુર્ઘટના:શિવરાજગઢની SBIમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીજીવીસીએલને જાણ કરી તાબડતોબ પાવર સપ્લાય બંધ કરાવાયો. - Divya Bhaskar
પીજીવીસીએલને જાણ કરી તાબડતોબ પાવર સપ્લાય બંધ કરાવાયો.
  • સદનસીબે માત્ર પેનલ બોર્ડ જ સળગ્યું

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રવિવારે બપોરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા સિક્યુરિટી એલાર્મ ગુંજી ઉઠ્યો હતો. સદનસીબે માત્ર પેનલ બોર્ડ જ સળગ્યું હોય મોટુ નુકસાન થતાં અટક્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજગઢ ગામે બગાભાઈ ભલાળાના મકાનમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં આગ લાગતા સાથે ઘુમાડાના ગોટેગોટા નીકળતા અને સિક્યોરિટી એલાર્મ વાગતા ગ્રામજનો એકઠાં થઇ ગયા હતા.

ઘટનાને પગલે બેન્ક મેનેજર દિલીપભાઈ ચૌહાણ પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક પીજીવીસીએલના કર્મચારીઓને બોલાવી વીજપ્રવાહ બંધ કરાવતા મોટી આગ ફેલાતા અટકી હતી. આ આગમાં માત્ર બેંકના પેનલ બોર્ડને જ નુકસાન થયું હતું. બેંકમાં રહેલી લોકોની લાખો રૂપિયાની મતા બચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...