તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં ભભૂકી આગ

ગોંડલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

થોડા દિવસો પહેલા રાજકોટ ની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઇસીયુ વિભાગમાં આગ લાગી હતી, જેમાં 5 લોકો ના મૃત્યુ થયા હતા ત્યારે હવે ક્યાંકને ક્યાંક તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. સાવધાની વધી ગઇ છે. રવિવારે ગોંડલની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં આંખ વિભાગના ઓપરેશન થિએટર રૂમ પાસે આવેલ ગેલેરીમાં આગ લાગી હતી.

બનાવ ની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી 10 મિનિટમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો.બ્રાન્ચ ઓફિસર સુરેશભાઈ મોવલિયા સહિતનો ફાયર સ્ટાફ ફાયરના ઈમરજન્સી વાહનના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.આગની ઘટનાને લઈ ગોંડલ સિટી પોલીસ પી.આઈ એસ.એમ.જાડેજા તેમજ પી.એસ.આઈ ડી.પી.ઝાલા સહિત નો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.આગ ના બનાવ ના પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અંતે મોકડ્રિલ જાહેર થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. }તસવીર : હિમાંશુ પુરોહિત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો