ભાજપના ધારાસભ્યો ગેરહાજર:ગોંડલમાં નરેશ પટેલની હાજરીમાં સન્માન સમારોહ

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુદ્ધ એ જ કલ્યાણ ટ્રસ્ટનો સન્માન સમારોહ, આગેવાનોના વક્તવ્યમાં ગુજસીટોકના કાયદાનો દુરુપયોગ થતો હોવાનો સૂર વ્યક્ત થયો

ગોંડલના યુધ્ધ એ જ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કડવા પાટીદાર સેવા સમાજની વાડીમા જાહેર જીવન દરમ્યાન સેવાકીય પ્રવૃતિઓ કરનારા શ્રેષ્ઠીઓ તથા સામાજિક સંસ્થાઓનું સન્માન કરવા ખાસ સમારોહનું આયોજન કરાયુ હતુ.કાર્યક્રમમાં ઉપસ્થિત વકતાઓએ સન્માનના આયોજનને સરાહનીય ગણાવ્યો હતો. કાર્યક્રમમાં સુરત સહિતના સ્થળોથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જો કે સમારોહની ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે જેમના નામની મહેમાનો તરીકે ઉપસ્થિતિની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી તે ભાજપના એકપણ ધારાસભ્યએ કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. આ તકે સમાજમાં સેવાનું મૂલ્ય સમજનારા સેવકો, સંસ્થાઓને અડીખમ રહેવા આગેવાનોએ શુભેચ્છા આપી હતી.

કાર્યક્રમમા ઉપસ્થિત ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશભાઇ પટેલે સંસ્થાઓની વિવિધ સેવાઓને બિરદાવી હતી. જ્યારે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, પાસ અગ્રણી અલ્પેશભાઈ કથીરીયા,આરડીસી બેંકના ચેરમેન લલિત રાદડીયા,વરુણ પટેલ,સુરતના એડવોકેટ મેહુલ બોઘરા,પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેનીબેન ઠુંમરે સાંપ્રત સમાજમાં સેવાઓનું મુલ્ય સમજનારા શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓને બિરદાવી અડીખમ રહેવા જણાવ્યુ હતુ.

કેટલાક વક્તવ્યમાં ગુજસીટોકના મુદે સરકારની આલોચના સાથે કાયદાનો દુરઉપયોગ થયાનું પણ જણાવાયુ હતુ. કાર્યક્રમમાં જેન્તીભાઈ ઢોલ,અનિરુધ્ધસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા,ભુપતભાઇ ડાભી,દિનેશભાઇ બાંભણીયા.જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી,કિશોરભાઈ વીરડીયા, શશીકાંત રૈયાણી ,યતિષભાઈ દેસાઈ, આશિષભાઈ કુંજડીયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.ઉપરાંત સંતો મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...