ગોંડલ તાલુકાના હડમતીયા ખાતે ગામલોકોની સમસ્યાના ઉકેલ માટે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગામડાઓના નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવાના આશયથી રાજયભરમાં રાત્રિ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હડમતીયા ખાતે યોજાયેલી આ સભામાં સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયત સદસ્ય અને ગ્રામ પંચાયતના સદસ્યની ઉપસ્થિતિમાં નલ સે જલ યોજના અંતર્ગત લોક ફાળો ભરવા અને યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ 15 માં નાણાપંચ, આયુષ્માન કાર્ડ, ઈ-કે.વાય.સી.ના મહત્વ અને ગ્રામજનોના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગોંડલ તાલુકાના 6 ગામોમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવશે
ગોંડલ તાલુકાના ગામોમાં સરકારના વિવિધ વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રાત્રિ સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામ ખાતે તા.09 જાન્યુઆરીના સભા યોજાશે, તા. 16 જાન્યુઆરી બિલડી ગામ ખાતે સભા યોજાશે, તા. 23 જાન્યુઆરી બિલીયાળા ગામ ખાતે સભા યોજાશે, તા.06 ફેબ્રુઆરીએ જામવાડી અને લીલાખા ગામ ખાતે સભા યોજાશે, તા. 13 ફેબ્રુઆરીએ રાણસીકી ગામ ખાતે સભા યોજાશે.
તમામ ગામોમાં સાંજે 6:30 થી 8:30 કલાકે ગ્રામ પંચાયત કચેરી ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવશે. આ રાત્રિ સભામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા વિવિધ વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.