જન્માષ્ટમીના તહેવારને લઈને ખોડલધામ મંદિર પરિસરને ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે. માતાજીને દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. મંદિરે પધારતા દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરીને મંદિર પરિસરમાં આવેલા ગાર્ડન, ગજીબા અને શક્તિ વનમાં પરિવાર સાથે રજાની મજા માણી રહ્યા છે.
કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે જન્માષ્ટમીના તહેવારને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ. સાતમ, આઠમ અને નોમના 3 દિવસમાં 4 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. 25000 જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો. રોજિંદા સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને તાલુકામાંથી 600 જેટલા સ્વયંસેવકો ખોડલધામ મંદિરમાં સેવામાં જોડાય છે.
ખોડલધામ મંદિરના કેમ્પસમાં 250 જેટલા કેમેરાથી સજ્જ છે. ખોડલધામ મંદિરની આસપાસ 5 જેટલા મોટા પાર્કિંગ રાખવામાં આવ્યા છે. અશક્ત વૃધ્ધો માટે મંદિર તરફથી વીહલ ચેર રાખવામાં આવી છે. ખોડલધામ કેમ્પસમાં 3 અલગ અલગ જગ્યા પર પ્રસાદ ઘર રાખવામાં આવ્યા છે. જેતપુર નેશનલ હાઇવે થી લઈને મંદિર સુધી સ્વયંસેવકો અને પોલીસનો ચુસ્તબંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.