તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:ગોંડલમાં ગોંડલી નદીના કાંઠે કુબેરપરી ધામમાં બિરાજતા મહાદેવ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર

ગોંડલ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 17મી સદીના પૌરાણિક ધામ કાશી વિશ્વનાથ મંદિરના ધાર્મિક મહિમા સાથે જોડાયેલી છે રજવાડાની પરંપરા

રાજા રજવાડાના સમયમાં કોઈ પણ હિન્દુ રાજાઓ ગામનું તોરણ બાંધતા એ સમયે કુબેરપરી અથવા તો બ્રહમપરી નામની ધાર્મિક જગ્યાઓ સ્થાપીને આવી જગ્યાઓમા શીવ અને શક્તિનું સ્થાપન કરતાં હતાં.રાજવીકાળમાં સ્થાપિત થયેલું આવુ જ એક 17મી સદીનુ પૌરાણિક ધામ આજે પણ ગોંડલમાં ધાર્મિક મહિમા સાથે રજવાડાની પરંપરા સાચવીને બેઠું છે.અને એ છે ગોંડલની ગોંડલી નદીના કાઠે આવેલ કુબેરપુરી ધામ જેમાં બીરાજે છે શીવ અને શક્તિ એટલે કે મા જગદંબા વાઘેશ્ર્વરી માતાજી.

જ્યારે સીંધમ અને કચ્છમાંથી ઉતરી આવેલા જાડેજાવંશના રાજવી એવા ગોંડલના ભાકુંભાજી પહેલાની હોવાનું મનાઈ રહ્યું છે.ત્યારે આ ધામમાં પૌરાણિક કાશી વિશ્ર્વનાથનુ મંદિર અને પટણાંગમાં જ વાઘેશ્ર્વરી માતાજીનું મંદિર આવેલ છે.પ્રથમ કુબેરપરીના ઈતિહાસ ઉપર નજર કરીએ તો ગોંડલ સ્ટેટની આ એક એવી ધાર્મિક જગ્યા છે.કે આ જગ્યાના મંદિરના પુજારી આજે પોતાની ફક્કડની પરંપરા જાળવીને ભોળાનાથ અને માતાજી વાઘેશ્ર્વરીની પૂજા અર્ચના કરી રહ્યાં છે.

રાજાશાહીના સમયમાં આ જગ્યાને ગોંડલના ભોજપરા અને ધોરાજીના ભૂતવડ જેવા ગામોના ગરાસની સાથે જમીન જાયદાદો પણ રાજવી પરિવાર દ્વારા આપ્યા હતાં.ગોંડલ સ્ટેટ દ્વારા જ્યાં રાજનું નગારું ત્યાં કુબેરપુરીનું તગારુ એ કહેવત મુજબ રાજની આવકમાંથી ત્રીજો ભાગ આ જગ્યાના મંદિરો માટે કાઢવામાં આવતો હતો. આ જગ્યાના એ સમયના મહંતને પણ રાજવી જેવું જ માન સન્માન મળતું ત્યારે ગોંડલના રાજવી અને મંદિરના પૂજારીએ ભાગમાં કાર ખરીદી હોવાની વિગતો જાણવા મળી છે.

આ તો થઈ મંદિરમાં બિરાજતા કાશી વિશ્ર્વનાથની પ્રતિષ્ઠા અને તે સમયના ઈતિહાસની વાત પરંતુ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના સમયમાં કહેવાય છે મહારાજાએ ગોંડલી નદી કાંઠે બીરાજતા નવ નાથના મંદિરોનો પુનઃજીર્ણોધર કરીને મહાદેવજીની લીંગમાં નવફેણધારી નાગનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરી હતી.જેમાંના આ એક છે ગોંડલી નદીના કાંઠે બીરાજતા કાશી વિશ્વનાથ મહાદેવજી. શ્રાવણ માસમાં મંદિર પુજારી દ્વારા કાશીવિશ્ર્વનાથ મહાદેવની 3 પોરની આરતી કરવામાં સાથે બિલ્લીપત્ર અભિષેક, યજ્ઞો સહિતના કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમને લઈને શ્રાવણ માસમાં કાશીવિશ્ર્વનાથ મહાદેવના દર્શને બહોળી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...