મોવિયાના રહેવાસી અને છેલ્લા થોડા સમયથી ગોંડલ રહેવા આવેલા મહિલાએ પતિ સાથેના સતત ઝઘડા અને ગૃહકંકાસથી કંટાળી અંતિમ પગલું ભરી લેવા વેરી તળાવ પહોંચી હતી અને પાંચ વર્ષની પુત્રી સાથે પાણીમાં ઝંપલાવી દીધું હતું. જો કે આ ઘટના નજરે જોનારા પૈકી પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત બે જવાનોની સમયસૂચકતાના લીધે મહિલાને બચાવી શકાઇ હતી પરંતુ માસૂમ બાળકી મોતને ભેટી હતી. આ બનાવમાં માસુમ પુત્રી સાથે ઝંપલાવનાર મહિલા વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાયો છે.
માસુમ બાળાનાં સામાન્ય તોફાનને કારણે પતિ પત્ની વચ્ચે થયેલી તકરારનાં બનાવના પગલે વેરી તળાવનાં પાણીમાં આત્મહત્યા કરવા માસુમ પુત્રી સાથે પડેલી પરિણીતાને તો પોલીસે બચાવી લીધી હતી પરંતુ પુત્રીનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોય પોલીસે પરિણીતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પતિ પત્ની વચ્ચે દરેક ઘરમાં સામાન્ય ઝઘડા થતા જ હોય છે, મૂળ મોવિયાના અને હાલમાં જ ગોંડલ રહેવા આવેલા દંપત્તિ વચ્ચે માસુમ બાળાના તોફાનને લઇ સામાન્ય ઝઘડો થયો હતો જેનું માઠું લાગી આવતાં ભાવનાબેન બીપીનભાઈ રાદડિયા નામના પરિણીતાએ માત્ર પાંચ વર્ષની માસુમ પુત્રી ભૂમિકા સાથે આત્મહત્યા કરવાનો નિર્ધાર કરી વેરી તળાવના પાણીમાં ઝંપલાવી લેતા તેમને તો પોલીસે બચાવી લીધા હતા પરંતુ ભૂમિકાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતા પોલીસે બીપીનભાઈ રાદડિયાની ફરિયાદ પરથી ભાવનાબેન વિરુદ્ધ આઈપીસી કલમ 302 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.