માતા સામે હત્યાનો ગુનો:ગોંડલ વેરીતળાવમાં માસુમ પુત્રી સાથે ઝંપલાવનાર મહિલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલમાં આત્મહત્યા કરવા વેરી તળાવમાં માસુમ સાથે કુદેલી મહિલાને પોલીસ સ્ટાફ દ્વારા બચાવી લેવામાં આવી હતી. જ્યારે પાંચ વર્ષની માસૂમ બાળાનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જે બનાવ મામલે પોલીસે પરિણીતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માતા સામે હત્યાનો ગુનો નોંધાયો
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મોવિયાના અને હાલમાં જ ગોંડલ રહેવા આવેલા દંપત્તિ વચ્ચે માસુમ બાળાના તોફાનને લઇ સામાન્ય ઝઘડો થયો હતો. જેનું માઠું લાગી આવતા પરિણીતાએ માત્ર પાંચ વર્ષની માસુમ પુત્રી સાથે આત્મહત્યા કરવાનો નિર્ધાર કરી વેરી તળાવના પાણીમાં ઝંપલાવ્યું હતુ. જેમાં પોલીસે પરિણીતાને બચાવી લીધી હતી, પરંતુ બાળકીનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જેથી પોલીસે પતીની ફરિયાદ પરથી પરિણીતા વિરુદ્ધ આઈપીસી કલમ 302 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...