આયોજન:ગોંડલમાં હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પનું આયોજન થયું

ગોંડલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેતેશ્વર પૂજારાએ પરિવાર સાથે રામજી મંદિરના દર્શન કર્યા

માનવસેવા એ જ પ્રભુ સેવાની જ્યોત પ્રગટાવી સતત પ્રજ્વલિત રાખનાર ગુરૂૂદેવ હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ એ મહા રક્તદાન કેમ્પ, ધ્યાન મંદિર નું અનાવરણ, રામ ચરિત માનસ પાઠ, સંત ભોજન - ભંડારા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા રામ નવમી ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે આજે રામ અર્ચના પૂજન સવારે 10 કલાકે ગુરૂદેવ હરિચરણદાસજી મહારાજના ધ્યાન મંદિરનું અનાવરણ અને પાદુકા પૂજન ગોંડલ ના યુવરાજ કુમારસાહેબ જ્યોતિર્મયસિંહજી દ્વારા કરવામાં આવ્યું હતું

ત્યારબાદ સવારે 10 વાગ્યા થી બપોર ના 4 સુધી મહા રક્તદાન કેમ્પ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે યોજાયો ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા પરિવાર સાથે રામજી મંદિરે દર્શન કરવા આવી પોહચ્યા હતા. આ તકે વીરપુર જલારામ મંદિર ના ગાદીપતિ પ.પૂ. રઘુરામબાપા, પ.પૂ. રાઘવાચાર્યજી મહારાજ( રેવાસા પીઠાધીશ), પ.પૂ. ડો.રામેશ્વેરદાસજી મહારાજ (ઋષિકેશ) પ.પૂ. ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્વરી પીઠ, ગોંડલ) પણ ઉપસ્થિત રહેશે. જેમાં સાધુ સંતો, બ્રહ્મ ભોજન - અને સમવિષ્ટ ભંડારો યોજાશે જેમાં મોટી સંખ્યા માં ગુરુભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા રામજી મંદિરના મહંત જયરામદાસજી બાપુ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે

અન્ય સમાચારો પણ છે...