• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • A Blood Donation Camp Was Held On The First Death Anniversary Of P. Haricharan Dasji Maharaj In Gondal; Dhyana Mandir Unveiled Paduka Poojan Was Performed

ચેતેશ્વર પૂજારા દર્શન કરવા પહોંચ્યા:ગોંડલમાં પૂ.હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો; ધ્યાન મંદિરનું અનાવરણ-પાદુકા પૂજન કરાયું

ગોંડલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

માનવસેવા એજ પ્રભુ સેવાની જ્યોત પ્રગટાવી સતત પ્રજ્વલિત રાખનાર ગુરુદેવશ્રી હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ એ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ધ્યાન મંદિરનું અનાવરણ, રામ ચરિત માણસ પાઠ, સંત ભોજન-ભંડારા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

રામ નવમીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. રામ અર્ચના પૂજન સવારે 10 કલાકે ગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજના ધ્યાન મંદિરનું અનાવરણ અને પાદુકા પૂજન ગોંડલના યુવરાજ કુમારસાહેબ શ્રી જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ (હવા મહેલ) દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 10 વાગ્યાથી બપોરના 4 સુધી મહા રક્તદાન કેમ્પ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે યોજાયો હતો. જેમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા પરિવાર સાથે રામજી મંદિરે દર્શન કરવા આવી પહોંચ્યા હતા.

આ તકે વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ પ.પૂ. રઘુરામબાપા, પ.પૂ. રાઘવાચાર્યજી મહારાજ(રેવાસા પીઠાધીશ), પ.પૂ. શ્રી ડો. રામેશ્વેરદાસજી મહારાજ (ઋષિકેશ), પ.પૂ. ઘનશ્યામજી મહારાજ (ભુવનેશ્વરી પીઠ, ગોંડલ) પણ ઉપસ્થિત રહેશે. જેમાં સાધુ સંતો, બ્રહ્મ ભોજન અને સમવિષ્ટ ભંડારો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ગુરુભાઈઓ બહેનો ઉપસ્થિત રહેવા રામજી મંદિરના મહંતશ્રી જયરામદાસજી બાપુ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...