કાર્યવાહી:‘તું મારી પત્નીને શું કામ હેરાન કરે છે’ કહી ગોંડલમાં 16 વર્ષના સગીર પર હુમલો

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમિકાને મળવા જવું છે તેમ કહીને સગીરને બાઇક પર બેસાડી બહાર લઇ ગયો

ગોંડલમાં વોરા કોટડા રોડ પર રહેતા ૧૬ વર્ષના સગીરને હુડકો સોસાયટી વિસ્તારમાં રહેતા શખ્સે લવરને મળવા લઇ જવાને બહાને સાથે લઇ જઇ તેના પર કટર વડે હુમલો કર્યો હતો.યુવાનની પત્ની સાથે આ સગીરને પ્રેમ સંબંધ હોય તે બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.આ મામલે સગીરના માતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,ગોંડલ વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતા જુબેદાબેન હારૂનભાઇ જુણેજા(ઉ.વ ૪૦) નામના મહિલા દ્વારા ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વોરા કોટડા રોડ પર હુડકો સોસયટીમાં રહેતા ઉમંગ રમેશભાઇ ગોસ્વામીનું નામ આપ્યું છે.મહિલાએ ફરિયાદમાં જણાવ્યાં મુજબ તેમને સંતાનમાં પુત્રી રેશમા અને પુત્ર સમીર(ઉ.વ ૧૬) છે.

ગત.તા. ૧૦/૮ ના રોજ સાંજના સમયે તેઓ ઘરે હતા ત્યારે તેમનો પુત્ર સમીર ગામમાં ચા-પાણ પીવા માટે ગયા બાદ રાત્રીના ઘરે પરત ફરતા તેના ગળાના ભાગે ઇજાના નિશાન હોય અને લોહી નીકળતું હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જે તે સમયે તે કંઇ બોલી શકે તેમ ન હોય તેની સાથે શું ઘટના બની તે જણાવી શકયો ન હતો.

બાદમાં તા.૧૯/૮ ના ટાંકા તુટતા તેણે હકીકત જણાવી હતી કે,તે ગોંડલ આવાસ કવાર્ટર બાજુમાં આંટો મારવા ગયો હતો ત્યારે તેને અહીં ઉમંગનો ભેટો થયો હતો.તેણે તેને કહ્યું હતું કે ચાલ આપણે મારી પ્રેમિકાને મળવા જવું છે .

મારૂ બાઇક લઇ લે તું થોડે દુર ઉભો રહેજે.બાદમાં રોયલ પાર્ક સોસાયટી મેઇન ગેટ પાસે લઇ ગયો અને અહીં તું બેસ, હું હમણા આવું છુ કહીને બાદમાં સમીર પર પાછળથી કટર વડે હુમલો કરી તેને ગળાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં કટરના ત્રણ ઘા ઝીંકી દઇ કહ્યું હતું કે, તું મારી બાયડીને શું કામ હેરાન કરશ? કહી ગાળો આપવા લાગ્યો હતો.જેથી સગીર અહીંથી ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવી નાસી ગયો હતો.આ હકિકત જાણ્યા બાદ સગીરની માતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...