કાર્યવાહી:ગોંડલમાં જુગાર રમતા 9 શખ્સ 1 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આશાપુરા ચોકડીએ આવેલા સિદ્ધાર્થનગરમાં ચાલતું હતું ધામ

ગોંડલ શહેરના આશાપુરા ચોકડી પાસે આવેલ સિદ્ધાર્થનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ જુગારીઓને રૂપિયા 101800 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

એલ.સી.બી ટીમે કુલદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજાના મકાન પર દરોડો પાડી જુગાર રમતા મકાનમાલિક કુલદીપસિંહ નરેન્દ્ર સિંહ જાડેજા, સુનિલ આશાનંદ વરધાની રહે. રેલવે સ્ટેશન પાછળ સહજાનંદ નગર ગરબી ચોક, ભાવિક દિનેશભાઇ પરમાર રહે વોરાકોટડા રોડ વિજયનગર બ્લોક નંબર 37, વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા રહે ભુણાવા તાલુકો ગોંડલ, ઇકબાલ મેશનભાઈ આગુગા રહે ભગવતપરા બરકાતીપરા, રાજેન્દ્ર કિશોરભાઈ ચૌહાણ રહે સહજાનંદ નગર જૈન સ્કુલ પાછળ, જયંત પ્રાણભાઈ જેઠવા ખોડીયાર નગર પીપળીયા હનુમાનજી મંદિર પાસે, શાબીર હુસેનભાઇ ગરાણા રહે દેવપરા સુથાર શેરી તેમજ આસિફ મહેબુબભાઇ મુલતાની રહે બસ સ્ટેન્ડ પાછળ સુમરા સોસાયટી ગોંડલ વાળાઓને રોકડા રૂપિયા 66300, 5 મોબાઇલ મળી કુલ રૂ 1,01,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...