તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હોળી ધૂળેટીના તહેવાર બાદ લોકો વાર્ષિક મરચું, ધાણાજીરું સહિતના મસાલાની ખરીદી કરતા હોય છે, તસ્કરોને પણ મસાલાની આવશ્યકતા પડી હોય ગુંદાળા રોડ પરના બે ગોડાઉનને નિશાન બનાવી 84 મણ જીરુ સાથે છકડો રીક્ષા મળી કુલ રૂ. 2,44,000 ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુંદાળા રોડ ઉપર આવેલ મહાવીર ધામ સોસાયટીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં નિલેશ એન્ટરપ્રાઇઝના નામે દલાલીની દુકાન ચલાવતા નિલેશભાઈ જેરામભાઈ ઘેવરીયાના ગુંદાળા રોડ મેરી સ્કૂલ સામે આવેલા હિતેશભાઈ કરસનભાઈ વસંતના ભાડાના ગોડાઉનમાં તસ્કરોએ પરોણા કરી ગોડાઉન શટર ઊંચકી 54 મણ જીરુ કિંમત રૂપિયા 135000 ચોરી કર્યા પછી બાજુના સુભાષભાઈના ગોડાઉનમાંથી પણ 30 મણ જીરુ કિંમત રૂપિયા 39000 ચોરી કરી લઇ ગયા હતા.
આ ઉપરાંત ઉપરોક્ત બંને ગોડાઉનની બાજુમાં રહેતા પુંજાભાઈ દાનભાઈ મુછારની છકડો રીક્ષા GJ03 AX 3669 કિંમત રૂપિયા 70,000 ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.