ભાદર ડેમ ઓવરફ્લો:ગોંડલ લીલાખા પાસે આવેલા ભાદર ડેમ-1ના 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા, 22 ગામોને એલર્ટ કરાયા

ગોંડલ24 દિવસ પહેલા

ગોંડલ લીલાખા પાસે આવેલ ભાદર - 1 ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ રાજકોટ - જેતપુર અને ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ભાદર - 1 ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાદર ડેમમાં 27000 ક્યુસેક પાણીની આવક સામે 7000 ક્યુસેક પાણીની જાવક નોંઘાઈ હતી. ભાદર ડેમની નીચે આવતા 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ઉપરવાસમાં વરસાદ પડતા જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, સહિતના અનેક ગામો પર ઘેરાતું જળસંકટ દૂર થયું છે. હાલ સારો વરસાદ થયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટા ભાદર-1 ડેમમાં પાણી છલોછલ ભરાતા સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ભાદર ડેમની ઉંડાઇનુ લેવલ ચોત્રીસ ફૂટ છે. ભાદર ડેમની પાણીનો જથ્થો સંગ્રહ કરવાની કેપીસીટી 6648 એમ.સી.એફ.ટી ની છે. ત્યારે હાલ ડેમ 100 ટકા ભરાતા ડેમના 8 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...