તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે દી’થી ગામ વિખૂટું:વોરાકોટડાનાં પુલ પર 8 ફૂટ પાણી

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆતો છતાં તંત્રે કોઇ કામગીરી ન કરી

ગોંડલથી 5 કિમી દુર વોરાકોટડા ગામ નદી પરનાં બેઠાં પુલ પર 8 ફુટ પાણી વહેતા હોય બે દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે. વોરાકોટડા થી ગોંડલ પંહોચવા ગોંડલી નદી પરનો 200 મીટર લાંબો બેઠો પુલ પસાર કરવો પડે.પરંતુ ભારે વરસાદથી નદીમાં પુર આવ્યાં હોય પુલ પરથી 8 ફુટ પાણી વહેતા હોય વાહન વ્યવહાર અટકી ગયો છે. વોરાકોટડાથી બાંદરા થઇ ગોંડલ પહોચી શકાય પણ આ ગાડા માર્ગ હોય વરસાદમાં પાણી ભરાયાં હોય લોકો પરેશાન બન્યાં છે. બાંદરા જવાં નવો માર્ગ તંત્ર દ્વારા મંજૂર થઇ ગયો છે, વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છે છતાં માર્ગ બનાવવામાં ઠાગાઠૈયા થઇ રહ્યાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

વોરાકોટડાનાં આગેવાન ભાવેશભાઇ ભાષાએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં બેઠા પુલ પરથી 15 વ્યક્તિએ પાણીમાં તણાઇને જીવ ગુમાવ્યાં છે.નદીમાં ગોંડલ, કંટોલીયા, વાસાવડ સહિતનું પાણી આવતું હોય બેઠા પુલ પરથી ભયજનક રીતે વહેતું હોય દર ચોમાસામાં અકસ્માતની ભીતિ સર્જાય છે. આ જોખમી પુલ પર મોટો પુલ બનાવવાં અનેક રજૂઆત કરાઇ પણ નિંભર તંત્ર દાદ આપતું નથી.જેથી વોરા કોટડા સંપર્ક વિહોણું બની જાય છે.છેલ્લા બે દિવસથી બેઠા પુલ પર પાણીને કારણે અવર જવર બંધ હોય આવાં સંજોગોમાં જો કોઈ બિમાર પડે તો હોસ્પિટલે કઇ રીતે પંહોચતા કરવા એ મોટો સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...