રંગમાં પડ્યો ભંગ:ગોંડલના પાટખીલોરીમાં જુગાર રમતા 7 શકુનીઓ ઝડપાયા; 67,320 રુપિયાનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકા પોલીસે જુગારીઓને રંગે હાથ ઝડપવામાં મેળવી સફળતા ગોંડલ તાલુકાના પાટખીલોરીમાં જુગાર રમતા 7 શકુનીઓને ગોંડલ તાલુકા પોલીસના PSI, હેડ કોન્સ્ટેબલએ ખાનગી બાતમીના આધારે રંગે હાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા
પાટખીલોરી ગામેથી અલગ અલગ વિસ્તારથી જુગાર રમવા આવેલા સહિતના જુગારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડયા હતા. જેમાં ભુપતગિરી ગોસાઈ, કિરીટભાઈ નિમાવત, મેહુલગીરી મેઘનાથી, નાગજીભાઈ શેખવા, સમીરભાઈ બૈલીમ, જયરાજભાઈ ઉર્ફે રવી કરપડા, અશોકગીરી મઘનાથી નામના 7 જુગારીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને ખાનગી બાતમી દ્વારા રેડ કરતા 7 જુગારીઓ સહીત રોકડ રૂપિયા 42,320/- સી.એન.જી.રીક્ષા 25,000/- સહિત કુલ 67320/- ના મુદામાલ સાથે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...