કાર્યવાહી:ગોંડલના મોવિયા રોડ નજીકની સોસાયટીમાં જુગાર રમતા 7 ઝબ્બે, મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 પકડાયા

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલના મોવિયા રોડ પર આવેલ સુમરા સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમે દરોડો પાડી જુગાર રમતા આદિલ શાહ હુસેન શાહ શાહમદાર, હુસેન ઉર્ફે ગંભો જુમાભાઈ આદમાણી, રવિ હસમુખભાઈ બાવળીયા, રમજાન ઉર્ફે ભોપલો રજાકભાઈ ગોરી, સિકંદર સલીમભાઈ શેખા, અલી ઇનાયત ભાઈ શામ તથા અજય નટુભાઈ કારીયાને રોકડા રૂ.55,100 સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં મોરબીના વિસીપરામાં આવેલા પ્રજાપત ટાઇલ્સ નજીક જાહેરમાં જુગાર રમતા કેશુભાઇ અરજણભાઇ અગેચણીયા, અશોકભાઇ લોકચંદભાઇ ચંદાણી, સુરેશભાઇ સવજીભાઇ દેલવાણીયા અને રાજુભાઇ અરજણભાઇ અગેચણીયાને બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા 10480 જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...