પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ:ખુશ્બુ આઈસ્ક્રીમ દ્વારા 6ઠ્ઠી વિઝન એનીવર્સરીની ઉજવણી કરવામાં આવી; પ્રતિભાશાળી, વિધાર્થીઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં ત્રણ વર્ષથી ખુશ્બુ આઇસ્ક્રીમના સરાહનીય કાર્ય કરવા બદલ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું. કોન, કુલ્ફી, કેન્ડી, કપ, પાર્ટીપેક, પેસ્ટ્રી, પીઝા, સમોસા, સેન્ડવીચ, બ્રેડ, પાંઉ, કુકીઝ વગેરે બનાવતી સૌરાષ્ટ્રની ખ્યાતનામ એવી ખુશ્બૂ આઇસ્ક્રીમ દ્વારા 6ઠી વિઝન એનીવર્સરી નિમિત્તે ગુજરાતભરના સાહસીક ઉદ્યોગકારો અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતાં વિદ્યાર્થીઓને એચીવમેન્ટ એવોર્ડ આપી સન્માન કરવાનો એક કાર્યક્રમ દેરડી કુંભાજી ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ બાલાજી વેફર્સ, ટી પોસ્ટ, રિદ્ધિ ડીસ્પ્લે, યુ. ફ્રેશ ડેરી, જે પી સ્નેક્સ, કાવેરી ગોળ, જેવી નામાંકિત કંપનીઓના સાહસિક લોકો કે જેમણે શૂન્યમાંથી સર્જન કરી સૌરાષ્ટ્રનું નામ દેશ વિદેશમાં ગુંજતું કર્યું છે. તેઓને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

ખુશ્બૂ આઈસ્ક્રીમ કે જે ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પોતાનો વ્યવસાયિક હિસ્સો ધરાવે છે. તે, છેલ્લા ત્રણ વર્ષથી પોતાની વર્ષગાંઠ નિમિત્તે ઉદ્યોગ સાહસિકોને શિલ્ડ અને એવોર્ડ અર્પણ કરી તેઓનો જોમ અને જુસ્સો વધારવાનું કામ કરી રહી છે. 2007માં ખુશ્બૂ આઈસ્ક્રીમે તેની સફર શરૂ કરી હતી. આજે તે પોતાની પ્રામાણીકતા, ગુણવત્તા અને મહેનતને પરીણામે ઘેર ઘેર જાણીતી બ્રાન્ડ બની ગઈ છે. ખુશ્બૂએ અત્યાર સુધીમાં ગુણવત્તા અંગેના એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. કંપનીના એમ.ડી. તરીકે હિમતજી પોકીયા કાર્યરત છે. ગોંડલના દેરડી કુંભાજી ખાતે પ્લાન્ટ આવેલો છે.

અન્ય સમાચારો પણ છે...