તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકજામ:ફાસ્ટ ટેગ ફરજીયાતને લઇ ગોંડલ નજીક ભરૂડી ટોલ પ્લાઝા પર બન્ને બાજુ 5 કિમી લાંબી વાહનની લાઈન, એમ્બ્યુલન્સ ફસાઈ

ગોંડલ10 દિવસ પહેલા
ફાસ્ટ ટેગથી ટોલ પ્લાઝાએ ટ્રાફિક જામ નહીં થાય તેવા સરકારી દાવા પોકળ સાબિત થયા
  • રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઈન લાગી

વાહનચાલકો અને ટોલ કર્મચારીઓ વચ્ચે છાશવારે ઝગડાઓ માટે પંકાયેલા ભરૂડી ટોલનાકા પર આજે ટ્રાફિકજામ થયો હતો. સરકારના આદેશથી ફાસ્ટ ટેગ ફરજીયાત થતા ટોલ પ્લાઝાની બંને સાઇડ આશરે 5 કિમી જેવી લાંબી વાહનોની કતાર લાગી હતી. દર્દીને લઈ જતી એક એમ્બ્યુલન્સ અને વસંત પંચમીએ લગ્ન કરવા જતાં વરરાજાની ગાડીઓ પણ ટ્રાફિકજામમાં ફસાઈ જવા હતી.

વસંત પંચમીને લઈને લગ્ન પ્રસંગમાં જતા લોકો ટ્રાફિકમાં ફસાયા
આજે વસંત પંચમીનો તહેવાર છે ત્યારે રાજકોટ સહિત ગુજરાતમાં ઘણા લગ્ન યોજાનાર છે, આ લગ્ન પ્રસંગમાં જતા અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હતા. લગ્નમાં જતા વાહનચાલકોનું કહેવું છે કે, આમને આમ ટ્રાફિકમાં સમય બરબાદ થવાથી લગ્નનું મહુર્ત ચૂકાય જશે, જેને કારણે લગ્નની બીજી વિધિ પણ મોડી થશે.

અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હતા.
અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હતા.

લોકોને દોઢથી બે કલાકનો સમય ટ્રાફિકજામમાં પસાર કરવો પડ્યો
દેશના તમામ ટોલ પ્લાઝામાંથી પસાર થતા વાહનો માટે સરકાર દ્વારા ફાસ્ટ ટેગ ફરજીયાત કરાતા તેની વિપરીત અસર ભરૂડી ટોલનાકાએ જોવા મળી હતી. લોકોને દોઢથી બે કલાકનો સમય ટ્રાફિકજામમાં પસાર કરવો પડ્યો હતો. ફાસ્ટ ટેગ અંગે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફાસ્ટ ટેગથી ટોલ પ્લાઝાએ વાહનો સમય બરબાદ કર્યા વગર સહેલાયથી પસાર થઈ શકશે, પરંતુ તેનું વિપરીત પરિણામ ભરૂડી ટોલ પ્લાઝાએ જોવા મળ્યું હતું

એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઇ હતી.
એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઇ હતી.

ગોંડલ તાલુકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
5 કિમીના ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન થયા હતા. તેમજ એક એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી. ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી થઇ જતા ગોંડલ તાલુકા પોલીસ પણ દોડી આવી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ફાસ્ટ ટેગ વગરના વાહનો ફાસ્ટ ટેગ લાઈનમાંથી પસાર થતા વાહનચાલકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક તણખલા ઝર્યા હતા. અલબત્ત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવ્યો હોય મોટી બબાલ અટકી હતી

લોકલ ટોલ ચાર્જ સુવિધા અપાશે
જ્યારે કોઈ પણ ટોલ પ્લાઝાની નજીક જ આવેલ શહેરો કે જેને લોકલ ટોલ ચાર્જની સુવિધા આપવામાં આવી છે. તેવા વાહન ચાલકોએ પોતાનું ફાસ્ટેગ સાથે આધાર કાર્ડ તેમજ વાહનની આરસી બુક જે તે ટોલ પ્લાઝાની ઓફિસમાં જમા કરાવવાનું જેથી તેના ફાસ્ટેગમાંથી લોકલ વાહન માટે નિર્ધારિત કરેલ ટોલ ચાર્જ જ કપાશે.

વાહન ચાલકોએ ખાસ નોંધ લેવી
રાજકોટ - ગોંડલ નેશનલ હાઈવેના ભરૂડી ટોલ પ્લાઝા પર આજથી ફાસ્ટેગથી ફરજિયાત ટોલ ચુકવણું શરૂ કરવામાં આવ્યું છે ફાસ્ટેગની ફરજિયાત અમલવારીમાં વાહનચાલકોને ફાસ્ટેગ કઢાવવામાં મુશ્કેલી ન પડે તે માટે ટોલપ્લાઝા ખાતે જ પીઓએસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાંથી જ ફાસ્ટેગ મળી રહે તેવી સુવિધાઓ કરવામાં આવી છે.

રોકડ વ્યવહારથી ટોલ ડબલ ચૂકવવો પડશેે
સરકાર દ્વારા ટોલપ્લાઝા ખાતે લાગતી લાંબી લાઈનોમાં ઘટાડો થશે, ઈંધણ બચશે, ગુન્હાખોરી રોકવા અને તપાસમાં મદદ મળશે તેમજ સમગ્ર સિસ્ટમ પારદર્શક થઈ જવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે વાહન ચાલકોને ટોલપ્લાઝા પર આવેલ પીઓએસ સેન્ટરો પર ફાસ્ટેગ કઢાવવા માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, કેશ કાર્ડ, પેટીમ, વોલેટ અને યુપીઆઈ વગેરે જેવા ઓનલાઈનથી જ વ્યવહારથી જ ફાસ્ટેગ કાઢી આપવામાં આવે છે. રોકડ વ્યવહાર માટે વાહન ચાલકોએ ડબલ ચાર્જ ચૂકવવો પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો