રાજકોટ રૂરલ SOGની સફળ ટ્રેપ:ગોંડલ ધારેશ્વર ચોકડી પાસેથી 48 કિલો ગાંજાનો જથ્થો જપ્ત, ગુનેગારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

ગોંડલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરમાં નશીલા પદાર્થોનો વેપલો વધ્યો હોવાની વ્યાપક ફરિયાદોને પગલે એસ.ઓ.જી, એલસીબી સહિતની પોલીસે બાતમીનાં આધારે ગોંડલની ધારેશ્વર ચોકડી પાસેથી ટ્રક ચાલકને ઝડપી 48.565 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ એસ.ઓ.જી. પીઆઈ કે.બી.જાડેજા, પીએસઆઈ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ પરવેજભાઇ સમા, કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, જયેન્દ્રસિંહ વાધેલા તથા નરેન્દ્રસિંહ રાણા, અનિલ ગુજરાતી, પ્રહલાદસિહ રાઠોડ, રૂપક બોહરા સહિતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ગોંડલ શ્રીનાથજી સોસાયટીના રહેવાસી શરીફ ઇબ્રાહીમભાઇ ભૈયાને ગોંડલ ઘોઘાવદર રોડ પર ધારેશ્વર ચોકડી પાસેથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ - માદક પદાર્થ ગાંજાનો જથ્થો 48 કિલો 565 ગ્રામ કે જેની કિંમત. રૂ.4,85,650/- સાથે કુલ મુદામાલ 14 લાખ 90 હજાર 650 /- સાથે ઝડપી પાડી ગોંડલ સીટી પોલીસ ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...