તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં સુરતથી સરકારી મંજૂરી સાથે વૃધ્ધા આવ્યા હોય પરિવારજનો અને વોર્ડના સદસ્ય દ્વારા જાણ કરાઈ હોવાના 48 કલાક વીતવા છતાં પણ આરોગ્ય તંત્ર ન ડોકાતા રોષ ફેલાવા પામ્યો છે, તાલુકા સેવા સદન ખાતે માત્ર મીટીંગના આયોજનો કરી વાતોના વડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું છે
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભોજરાજપરા શેરી નંબર 10 ખાતે શાંતાબેન શામજીભાઈ કાપડિયા સરકારી મંજૂરી સાથે આવ્યા હોય પરિવારજનો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ ન ડોકાતા વોર્ડના સદસ્ય કૌશિકભાઈ પડાળીયા દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા આપવામાં આવેલ 220008 નંબર ઉપર જાણ કરવામાં આવી હતી જેને 48 કલાક વીતી જવા છતાં પણ કોઈ ન આવતા વિસ્તારોમાં રોષ ફેલાવા પામ્યો છે. આ તકે કૌશિકભાઈ પડાળીયા એ જણાવ્યું હતું કે તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું છે તાલુકા સેવા સદન ખાતે માત્ર વાતોના વડા થઈ રહ્યા છે.આ રીતે અમે તો જાણ કરી દીધી છતાં તેમને હોમ ક્વોરન્ટાઇન કરવા અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી, તો મંજુરી વગર બહારથી આવી જતાં લોકો ચેપ નહીં ફેલાવે તેની શી ખાતરી? આ અંગે જરૂર પડ્યે આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી ને પણ રજૂઆત કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.લોકો કઈ રહ્યા છે કે તાલુકા સેવા સદન ખાતે મીટીંગના આયોજનો કરાય છે અને નગરજનોને જણાવાય છે કે તમારા પડોશમાં કોઈ બહાર ગામથી આવે તો તંત્રને જાણ કરી, દેશ સેવા કરશો, લોકો દેશ સેવા કરવા તૈયાર છે પણ તંત્ર આળસ છોડી નક્કર કામ કરે તેવી માંગ ઉઠી છે.
ગોંડલના વૃદ્ધ દંપતી તંત્રને જાણ કરી ક્વોરન્ટાઇન થયા
ગોંડલના ગ્રીનપાર્ક સોસાયટી,જેતપુર રોડ, ખાતે અમદાવાદ થી આવેલ વૃદ્ધ દંપતી દિલીપભાઈ ઉમેદભાઈ પરમાર ઉ.વ.૮૧, તેમજ તેમના પત્નિ મંજુલાબેન દિલીપભાઈ પરમાર ઉ.વ.૭૫ તેમના ઘરે પરત ફરેલ હતા જેમાં હાલમાં જ ગોંડલમાં અક્ષરધામ સોસાયટી ખાતેથી વૃદ્ધ દંપતીને કોરોના પોઝિટિવ આવેલ હતો. અમદાવાદથી ગ્રીનપાર્ક સોસાયટી ખાતે આવેલા આ વૃદ્ધ દંપતીએ તે જ સોસાયટીમાં રહેતા ગોંડલ શહેર ભાજપના ઉપપ્રમુખ અને સેવાભાવી અશોકસિંહ જાડેજાને જાતે જ સંપર્ક કરતા આરોગ્ય શાખાને તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવેલ હતી અને વૃદ્ધ દંપતીને ગ્રીનપાર્ક ખાતે તેમના ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા. આ વૃદ્ધ દંપતીના નિર્ણયને સૌ લોકોએ વધાવી લીધો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.