ધરપકડ:ફ્રેન્ડશિપના બહાને અવાવરૂ જગ્યામાં લઇ જઇ ચાર શખ્સે 46,000 પડાવ્યા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના ઇન્ચાર્જ મામલતદારને ગોંડલ પાસે થયો કડવો અનુભવ, ચારેયની ધરપકડ

ફ્રેન્ડશીપના બહાને અનેક ગોરખધંધા ચાલી રહ્યા છે. તેમજ આ અંગે અવારનવાર સાયબર ક્રાઇમમાં ફરિયાદો નોંધાઈ રહી છે, તેમ છતાં ભણેલા લોકો પણ આવા માર્ગે લાલચમાં આવી લપસી પડે છે અને પછી નાણાં અને ઇજ્જત ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક કડવો અનુભવ નવસારી ખાતે ફરજ બજાવતા મામલતદારને થયો હતો અને ગોંડલના ચાર શખ્સએ ફ્રેન્ડશીપ કરવાના બહાને બોલાવી અવાવરું જગ્યાએ લઈ જઈ રૂપિયા ૪૬,૦૦૦ ની રકમ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થતા પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય શખ્સને ઝડપી લઇ સરભરા સાથે કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ ફરવા આવેલા નવસારીના ચોવીસી ગામે પ્રમુખસ્વામી રેસીડેન્સીમાં રહેતા અને મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જ મામલતદાર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ નવનીત લાલ પારેખ (ઉં.વ.42)ને ફ્રેન્ડશીપ અને સજાતીય સંબંધ બાંધવાની માયાજાળમાં ફસાવી સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવેલા તેમજ વોરાકોટડા રોડ પર રહેતા ઇદ્રીશ ઉર્ફે એઝાઝ ઉર્ફ એ.કે.રાજા આરીફભાઇ મુલતાની, ઇનાયત ઉર્ફ શાહીલ રહેમાનભાઇ કુરેશી, હુસેન ઉર્ફ જહાંગીર ઉર્ફ બાપુ કરીમભાઇ શેખ તેમજ સમીર ઉર્ફ અફઝલ અબ્દુલ ભાઇ ગોરી એ ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી મોટરસાયકલમાં બેસાડી વોરાકોટડા રોડ સબજેલ પાસે અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી બળજબરી પૂર્વક ખિસ્સામા રહેલા રુ.પાંચ હજાર રોકડ તથા મોબાઇલ પે દ્વારા અલગ અલગ ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવી ટોટલ રૂ. ૪૬,૦૦૦ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.પોલીસે ગણતરીની કલાકોમાં જ ચારેયને દબોચી લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા ઇનાયત તથા હુશેન સામે આજ પ્રકારે અગાઉ જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચુકી છે

અન્ય સમાચારો પણ છે...